આવકવેરા રિટર્ન ભરવાની સિઝન ચાલુ છે અને 31 જુલાઈએ આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. આ દરમિયાન છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ઘણા લોકોએ આઈટી રિટર્નમાં ઓછી આવક દેખાડી હોય તેવું આવકવેરા વિભાગને લાગે છે. તેના કારણે આઈટી વિભાગ ઘણા લોકોને ધડાધડ નોટિસ ફટકારી રહ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે આવકવેરા વિભાગે એક લાખ લોકોને નોટિસ ફટકારી છે