સલમાન ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘લવયાત્રી’માં કામ કરનાર અભિનેતા પ્રતીક ગાંધી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રતીકની પત્ની ભામિની ઓઝા અને તેનો ભાઈ પુનીત પણ આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવ્યા છે. પ્રિતક બે યાર, રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ સહિતની અનેક ગુજરાતી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ સિવાય તે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ દેખાયો છે, જેમાં સલમાન ખાનના પ્રોજેક્ટ ‘લવયાત્રી’ અને ફ્રેન્ડ્સ જેવી ફિલ્મ્સનો સમાવેશ છે.
પ્રિતકે ટ્વીટની મદદથી માહિતી આપી
એક ટ્વીટર પોસ્ટમાં પ્રિતિકે કહ્યું કે, તે તેની પત્ની ઘરે ક્વોરેન્ટીન છે, અને તેનો ભાઈ પુનીત હોસ્પિટલમાં દાખલ છે. તેમણે મજાકમાં લખ્યું કે આપણે એક પરીવાર તરીકે પોઝિટિવ જીવનને ખૂબ જ ગંભીરતાથી લીધું છે અને અમે પણ કોરોનાને લઈને કોઈ ભેદભાવ રાખ્યો નથી. તેમણે વધુમાં લખ્યું છે કે, હું અને મારી પત્ની ઘરે જ છીએ તેમજ મારો ભાઈ હોસ્પિટલમાં દાખલ છે. અમે બધા અમારા કુટુંબ અને મિત્રોના સપોર્ટ અને આશીર્વાદ સાથે કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યા છીએ.