અમદાવાદમાં છેલ્લાં 15 વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહેનાર પ્રેમીએ ફક્ત એટલા માટે પ્રેમિકાના આગળના બે દાંત તોડી નાખ્યા જેથી તે સુંદર ના દેખાય અને અન્ય કોઈ તેને પસંદ ના કરે. પંચાવન વર્ષની ગીતાબેન નામની આ મહિલાને તેનો રિક્ષાચાલક પ્રેમી ઘરમાં પણ પૂરી રાખતો હતો. તેને કોઈ જુએ નહીં તે માટે બારીઓ પણ બંધ કરાવી નાખી હતી. આખરે કંટાળીને ગીતાબેને જીવ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.