ગુજરાતમાં નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે નવરાત્રીના નવ દિવસ દરમ્યાન લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી રાત્રે 10 વાગેના બદલે 12 વાગે સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. આ અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે ” જેમાં ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવામાં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12.00 વાગે સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.”