હૈદ્રાબાદ હાઉસમાં અબુ ધાબીના પ્રિન્સ મોહમદ બીન ઝાયેદનું સંબોધન હતું. આ સંબોધન વખતે વિદેશી ભાષામાંથી અનુવાદ માટેના હેડસેટમાં ખામી સર્જાઈ. પ્રિન્સે બોલવાનું શરુ તો કર્યું, પણ કંઈ સંભળાતું ન હતું. અરુણ જેટલીએ રિમોટ કંટ્રોલથી તેને ચાલુ કરવાની નિષ્ફળ કોશિષ કરી. સૂત્રોના મતે અનુવાદ માટેની જવાબદારી જેને સોંપાયેલી તે વ્યક્તિ સુરક્ષા બંદોબસ્તને કારણે સમયસર પહોંચી ન શકી જેથી આ ગરબડ સર્જાયેલી.