છેલ્લા કેટલાક દિવસોના હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ આખરે કર્ણાટકની કુમારસ્વામી સરકારનું પતન થયું છે. મંગળવારે સાંજે વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર મતદાન થયું હતું. મુખ્યપ્રધાન કુમારસ્વામી દ્વારા રજૂ કરાયેલ વિશ્વાસમત પરના મતદાનમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના પક્ષમાં ૯૯ તો તેની વિરુદ્ધમાં રહેલા ભાજપને ૧૦૫ મત મળ્યા હતા. ગૃહમાં સ્પીકરને બાદ કરતા ૨૦૪ ધારાસભ્યોએ વિશ્વાસમત પ્રસ્તાવ પર વોટિંગ કર્યું હતું. સ્પીકર રમેશ કુમારે શાસક અને વિપક્ષના ધારાસભ્યોને ઊભા કરીને નંબરોની ગણતરી કરી હતી. પહેલી વાર માથાદીઠ ગણતરી કરવામાં આવી.
કુલ ૨૦૪ ધારાસભ્યોમાંથી ૧૦૫ ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં મતદાન કરતા ભાજપે માટે સરકાર રચવાનો મોકળો થયો છે. હવે ભાજપ સરકાર રચવાનો દાવો કરશે અને યેદિયુરપ્પા ચોથી વાર મુખ્યમંત્રી બની શકે છે. ૯૯ મત મળતા કુમારસ્વામીની આગેવાનીવાળી કોંગ્રેસ-જેડીએસ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. કુમારસ્વામીએ રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું સોંપ્યું હતું. રાજ્યપાલે રાજીનામું સ્વીકારીને કુમારસ્વામીને નવી સરકાર બને ત્યાં સુધી કેરટેકર સીએમ તરીકે ચાલુ રહેવા કહ્યું હતું.