22 જાન્યુઆરી એ ઐતિહાસિક તારીખ છે જેનું સપનું દરેક રામ ભક્ત લાંબા સમયથી જોઈ રહ્યા છે. અયોધ્યામાં લાંબી રાહ જોયા બાદ અંતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્રમાં UBTના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યુ છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સંજય રાઉતે બીજેપી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, 22 જાન્યુઆરી બાદ ભારતીય જનતા પાર્ટી ભગવાન રામને પણ ઉમેદવાર બનાવી દેશે.