જે ઘડીની ભારતીયો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે હવે નજીક આવી ગઇ છે. જીહા, આવતી કાલે એટલે કે 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા માં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. જેને લઈને ઠેર ઠેર રામયાત્રા નીકળી રહી છે. ત્યારે દેશ સાથે વિદેશમાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે બ્રિટનમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં હિંદુ પરપ્રાંતીયોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર રેલીમાં 325થી વધુ કારોએ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર રેલી પશ્ચિમ લંડનના કોલિયર રોડ પર આવેલા ધ સિટી પેવેલિયનથી શરૂ થઈ હતી. આ યાત્રા પૂર્વ લંડનમાંથી પસાર થઇ હતી. રેલી દરમિયાન, સહભાગીઓએ જય શ્રી રામ (Jay Shree Ram) ના નારા લગાવ્યા હતા અને ભગવાન રામની સ્તુતિ કરતા ભજન પણ વગાડ્યા હતા. સાંજે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.