લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ ૨૪૦ બેઠક સુધી સિમિત રહી ગયા પછી આરએસએસ અને ભાજપ વચ્ચેના મતભેદો હવે સપાટી પર આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરે ભાજપની આકરી ટીકા કર્યા પછી હવે સંઘના વધુ એક નેતાએ ભાજપ વિરુદ્ધ બળાપો વ્યક્ત કર્યો છે. આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપને 'અહંકારી' અને ઈન્ડિયા બ્લોકને 'રામ વિરોધી' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, રામ બધા સાથે ન્યાય કરે છે. ભગવાન રામે અહંકારી બની ગયા હતા તેમને ૨૪૧ બેઠકો પર અટકાવી દીધા જ્યારે રામનો વિરોધ કરનારાને એક સાથે ૨૩૪ પર રોકી દીધા.