પુરીમાં સતત બીજા દિવસે શ્રદ્ધાળુઓની હાજરી વગર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ સાથે જ જિલ્લા પ્રશાસને રવિવારે રાતે આઠ વાગ્યાથી બે દિવસનો કરફ્યૂ લગાવી દીધો છે. પવિત્ર રથોને આજે બપોરે 3 વાગે રવાના કરાશે. અધિકૃત સૂત્રો પાસેથી આ માહિતી મળી.
પ્રશાસને શ્રી જગન્નાથ મંદિરથી શ્રી ગુંડિચા મંદિર વચ્ચે 3 કિમી લાંબા ગ્રાન્ડ રોડ પર પ્રતિબંધ લાગૂ કર્યો છે. જ્યાં મેડિકલ ઈમરજન્સી સિવાય અન્ય તમામ ગતિવિધિઓ પર રોક રહેશે. કોવિડ મહામારીની હાલની સ્થિતિ જોતા આ વાર્ષિક ધાર્મિક આયોજનના સહજ સંચાલન માટે ઓછામાં ઓછી 65 ટુકડીઓ તૈનાત કરાઈ છે જેમાં પ્રત્યેક ટુકડીમાં 30 જવાન સામેલ છે.