અષાઢી બીજે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના સુપ્રસિદ્ધ મંદિરેથી જગતના નાથ એવા ખુદ ભગવાન જગન્નાથ શણગાર સાથે વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગદીશની સાથે તેમના બહેન સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર સાથે નીકળેલી 146મી રથયાત્રામાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યું હતું.