અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરનો કેસ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સરખેજ ગાંધીનગર હાઇવે પર પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટના ઈરાદે ત્રણ યુવકો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક યુવકનું મોત થયું છે. વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ મોબાઇલ ફોન અને રોકડની લૂંટ ચલાવી હતી.