INX મીડિયા કેસમાં સીબીઆઇની ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમની સામે સીબીઆઇએ લુકઆઉટ નોટીસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટમાંથી પણ હાલ ચિદમ્બરમને કોઇ રાહત મળી નથી. ધરપકડથી બચવા માટે અગોતરા જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટે હાલમાં ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના જજ એનવી રમન્નાએ કહ્યું કે, સીજેઆઇ નક્કી કરશે કે આ મામલે સુનાવણી ક્યારે કરવી. તેમણે અરજીને સીજેઆઇ પાસે મોકલી આપી છે. હવે ચિફ જસ્ટિસ આ નિર્ણય કરશે કે ચિદમ્બરમની અગોતરા જામીન અરજી પર જલ્દી સુનાવણી કરવી કે નહીં.