તાજેતરમાં બ્લુ પોઇન્ટ હોલમાં લોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં લંચ પછી અન્નદાન ભેગું કરાયું હતું. ટેક્સાસની સ્કૂલમાં ગોળીબારમાં માર્યા ગયેલા નિર્દોષ વિદ્યાર્થીઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને મૌન પાળવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ વિજયભાઈએ આ વર્ષના આગામી તહેવારોની માહિતી આપી હતી.