વ્હોટ્સએપ યુઝર્સની ફરિયાદ છે કે એક ફોરવર્ડેડ મેસેજ મળે છે તેના પર ક્લિક કરતા જ વ્હોટ્સએપ હેંગ થાય છે. મેસેજમાં લખાયું છે કે, ‘હું તમારું વ્હોટ્સએપ થોડીવાર માટે હેંગ કરી શકું છું, બસ મેસેજની નીચે ટચ કરો.’ મેસેજમાં એમ પણ લખ્યું છે કે, ડોન્ટ ટચ હીયર. ધ્યાનથી જોતા તમને તેના પર છૂપાયેલા શબ્દો જોવા મળશે.