દિલ્હી પોલીસે શુક્રવારે રાત્રે ૧૧:૩૦ કલાકે સામસામા ગોળીબાર બાદ ઇસ્લામિક સ્ટેટના શંકાસ્પદ આતંકવાદી અબુ યુસુફની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તે એકલા હાથે (લોન વૂલ્ફ) આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે, દિલ્હીના ધોલાકુઆ અને કારોલબાગ વચ્ચે આવેલા રિજ રોડ વિસ્તારમાં પોલીસે બાઇક પર જઈ રહેલા અબુ યુસુફ ખાનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ પર ફાયરિંગ કરતાં સામસામા ગોળીબાર બાદ તેને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે તેની પાસેથી ૧૫ કિલોગ્રામ વિસ્ફોટક ધરાવતા બે કૂકર બોંબ અને એક પિસ્તોલ જપ્ત કર્યાં હતાં.