પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડ અંગે વિપક્ષ કોંગ્રેસ સહિતના પક્ષોએ લોકસભામાં આજે મંગળવારે પણ હોબાળો મચાવતા ગૃહની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી. સંસદમાં લોકસભાની કામગીરી શરૂ થતાં જ કોંગ્રેસ અને સાથી પક્ષોએ નિરવ મોદી અને પીએનબી કાંડ અંગે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો અને ભાજપ વિરોધી હોબાળો મચાવ્યો હતો. આખરે ગૃહની કામગીરી આજના દિવસ પૂરતી મુલતવી રખાઈ હતી.