સંસદ પરિસરમાં ધક્કામુક્કી કાંડ બાદ લોકસભા અધ્યક્ષે મોટો નિર્ણય લીધો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સાંસદો અને રાજકીય દળોના નેતાઓના સંસદના ગેટ પર પ્રદર્શન કરવા પર રોક લગાવી દીધી છે. ધક્કામુક્કી કાંડમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ દિલ્હી પોલીસે એફઆઇઆર પણ નોંધી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર પોલીસ હજુ પણ વિચારી રહી છે. નોંધનીય છે કે, બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા વિવાદ પર વિપક્ષ અને સત્તાપક્ષના સાંસદોએ ગુરુવારે (19 ડિસેમ્બર) સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યો હતો. જે દરમિયાન તેમની વચ્ચે ધક્કામુક્કી થઇ હતી