ભાજપના સાંસદ અનંત હેગડેએ મહાત્મા ગાંધી અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે લોકસભામાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે લોકસભામાં ભારે હોબાળો કરીને હેગડેની માફીની માંગ કરી હતી. જેને પગલે ગૃહની કાર્યવાહી બપોર સુધી સ્થગિત રાખવામાં આવી છે. જણાવી દઈએ કે, ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેએ બાપૂના સ્વતંત્રતા સંગ્રામને એક નાટક ગણાવતું વિવાદિત નિવેદન ગઈકાલે કર્યું હતું.