Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભામાં વિવાદાસ્પદ ટ્રિપલ તલાક બિલને ફરી એકવાર પાસ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી તેમજ ટીએમસી એ બિલનો વિરોધ કરીને વોટિંગ વખતે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ટીએમસી અને સરકારનાં  સાથી પક્ષ જેડીયુ દ્વારા પણ ગૃહમાંથી વોકઆઉટ કરવામાં આવ્યો હતો. ગુરુવારે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ દ્વારા તેને ફરી એકવાર ચર્ચા માટે ગૃહમાં  રજૂ કરાયું હતું જ્યાં વિપક્ષી સાંસદો સાથે તીખી ચર્ચા વચ્ચે તેને ૩૦૩ વિરૂધ્ધ ૮૨ મતથી પાસ કરવામાં આવ્યું હતું. હવે રાજ્યસભામાં તેને પસાર કરાવવા સરકારે એડીચોટીનું જોર લગાવવા નક્કી કર્યું છે. આ માટે સંસદ સત્રને ૭ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. રાજ્યસભામાં સરકાર પાસે બહુમતીથી પસાર કરાવવા ૧૨૩નું સંખ્યાબળ જોઈએ છે પણ તેની પાસે ૧૧૧નું સંખ્યા બળ છે આથી તેને પસાર કરાવવા અન્ય પક્ષનાં સાંસદોનો ટેકો મેળવવો પડશે.  મોદી સરકારનાં પહેલા શાસનકાળમાં તેને લોકસભામાં બે વખત પાસ કરાયું હતું પણ બહુમતીનાં અભાવે રાજ્યસભામાં તે અટકી ગયું હતું. આ પછી નવી લોકસભા રચાયા પહેલાતેને કાયદો બનાવવા વટહુકમ બહાર પડાયો હતો. નવી લોકસભા રચાયાપછી ૬ મહિનામાં બિલને ફરી સંસદમાં  પાસ કરાવવું જરૂરી હોવાથી સરકાર દ્વારા તેને ફરી લોકસભા અને રાજ્યસભામાં પાસ કરાવાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ