લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેને પગલે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ બન્ને હાલ ચૂંટણી માટે તૈયાર થઇ ગયા છે. એવામાં એક અનુમાન છે કે ભારતમાં યોજાનારી લોકસભાની આ ચૂંટણી વિશ્વની તમામ ચૂંટણીઓ કરતા સૌથી ખર્ચાળ સાબિત થશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી પાછળ આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી શકે છે. જે અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણા હશે. રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડ તેમજ અન્ય માધ્યમથી કરોડો રૂપિયા એકઠા કર્યા છે. તેથી આ ચૂંટણીમાં પાણીની જેમ રૂપિયા વહાવવામાં આવશેે.