લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં કેરળની વાયનાડ લોકસભા સીટ પણ સામેલ છે, જ્યાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 28 બેઠકોમાંથી 14, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આઠ-આઠ બેઠકો, મધ્યપ્રદેશની છ બેઠકો, આસામ અને બિહાર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની પાંચ-પાંચ બેઠકો પર મતદાન થશે. પહેલા બીજા તબક્કામાં 89 બેઠક પર મતદાન થવાનું હતુ. જો કે મધ્ય પ્રદેશના બૈતુલ બેઠક પર બસપા ઉમેદવારનું નિધન થવાથી હવે આ બેઠક પર ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે.