RSSના સરસંઘચાલક મોહન ભાગવતે વહેલી સવારે મતદાન કર્યું. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથે પોતાના મતઅધિકારનો ઉપયોગ કર્યો. પૂર્વ કેન્દ્રીયમંત્રી પી.ચિદમ્બરમે પણ પોતાના મતઅધિકારનો ઉપયોગ કર્યો. સાઉથના સુપરસ્ટાર રજંનીકાંત પણ વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. બીજેપીના તમિલનાડુ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા.