લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તેની સાથે જ આ ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઇ રહ્યો છે તેને લઈને એક્ઝિટ પોલ ટૂંક સમયમાં જાહેર થશે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના I.N.D.I.A. ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો વિશ્વાસ છે ત્યારે એકજૂટ થઈ ચૂકેલા વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ને પણ આ વખતે મોદી લહેરને પડકારતાં વિજયની આશા છે કારણ કે, કોંગ્રેસની પણ 50 બેઠક વધી શકે છે.
8 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 543 બેઠકો પર યોજાઈ હતી લોકસભા ચૂંટણી
આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે 542 બેઠકો પર ટૂંક સમયમાં એક્ઝિટ પોલના પરિણામ જાહેર થશે.
કેરળ અને તમિલનાડુની મત ટકાવારી
કેરળની મત ટકાવારી
કુલ સીટ – 20
NDA – 23.03%
INDIA – 59.36%
OTH – 17.61%
તમિલનાડુની મત ટકાવારી
કુલ સીટ – 39
NDA – 22.43%
INDIA – 42.03%
AIADMK+ – 12.22%
OTH – 23.32%