સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ જ્યારથી સત્ર શરૂ થયું છે, ત્યારથી સંસદમાં દરરોજ હંગામો જોવા મળી રહ્યો છે. વિપક્ષ પેગાસસ જાસૂસી, મોંઘવારી અને કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યું છે. 19 જુલાઈથી શરૂ થયેલું સંસદનું સત્ર 13 ઓગસ્ટે પૂરુ થવાનું છે. પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભામાં મંગળવારે ઓબીસી સંશોધન બિલ પાસ થયા બાદ લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યસભામાં આજે સભાપતિ વેંકૈયાએ નાયડૂ ગઈકાલે સંસદમાં થયેલા હંગામાની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે, વિપક્ષના કોઈપણ સભ્ય સરકારને મજબૂર ન કરી શકે કે તેણે શું કરવાનું છે અને શું નહીં. સભાપતિ વેંકૈયા નાયડૂએ મંગળવારની ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યુ હતું. સભાપતિ પોતાનું દુખ જાહેર કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ ગૃહની મર્યાદા ભૂલી ગયું છે, આવી ઘટના બીજીવાર ન થવી જોઈએ.