લોકસભા ચૂંટણીને થોડા મહિના બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રી અને 29 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે. ભાજપે પ્રથમ યાદીમાં 27 એસ.સી. ઉમેદવારો અને 18 એસ.ટી. ઉમેદવારોના નામ પણ સામેલ કર્યા છે. આ યાદીમાં દેશની 100થી વધુ હાઈ પ્રોફાઈલ બેઠકો પણ છે. વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે ગુજરાતના 15 બેઠકના ઉમેદવાર પણ જાહેર કર્યા છે.
ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની એક બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.