કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કેન્દ્ર સરકારે સતત ત્રણ વખત વધાર્યું. આજે લોકડાઉન 3.0નો 54મો દિવસ એટલે કે છેલ્લો દિવસ છે ત્યારે ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આજે સાંજે હાઈ પાવરની બેઠક મળવાની છે. તેમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે લોકડાઉનના નિયમો નક્કી કરવામાં આવશે.
આ બેઠકમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરો, જિલ્લા અને મહાનગરોમાં કઈ રીતે આગળ વધવું તે અંગે વિચારણા કરવામાં આવશે. ત્યાર બાદ સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ડિટેઈલ્ડ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવશે. ગુજરાતમાં ઘણાં ધંધાઓને છૂટ આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ યોજી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું તે પ્રમાણે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ પોતાના પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.