કોરોના સંકટ પર કાબુ મેળવવા માટે લાગુ કરવામાં આવેલા 21 દિવસના લૉકડાઉનની મુદત 14 એપ્રિલે પૂર્ણ થઈ રહી છે ત્યારે હાલમાં જે પ્રમાણે દેશમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે તે મુજબ લૉકડાઉનની સમય મર્યાદા વધારવી કે કેમ તેના પર આજે PM મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરનસિંગ દ્વારા વાતચીત કરી હતી. જેમાં છ જેટલા રાજ્યોએ લૉકડાઉનની સમય મર્યાદા વધારવાનું સમર્થન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
લૉકડાઉન 30મી એપ્રિલ સુધી વધે તેવી શક્યતા
દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 7,400 અને મૃત્યાંક 250ની આસપાસ પહોંચતા લૉકડાઉનને 14મીથી 30મી એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતા છે. આજે આ મામલે PM મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે લૉકડાઉન વધે તેવી પૂરી શક્યતા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, આખા દેશમાં જે જિલ્લાઓને હૉટસ્પોટ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે ત્યાં લૉકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. જે જિલ્લાઓમાં કોરોનાનો પ્રભાવ નથી ત્યાં થોડી છૂટ આપી શકાય છે. પરંતુ આ દરમિયાન ઇન્ટરનેશનલ હેલ્થ પ્રૉટોકોલનું પાલન કરવું પડશે.