Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાંઅત્યારે કોરોના વાયરસ ફેલાવવાની સ્થિતિ વધારે ખરાબ છે ત્યારે લોકોમાં એક અફવા ચાલી રહી છે કે ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવશે. આવી સ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રવિવારે ફરીથી ગુજરાતની પ્રજાને એક સંદેશો આપ્યો હતો.
જેમા તેમણે ગુજરાતમાં હવે લોકડાઉન નહીં લાગે એવી ખાત્રી આપી છે. સાથે સાથે માસ્કના દંડ (mask fine) અંગે હાઇકોર્ટના ઓર્ડર હોવાથી દંડ વસૂલીએ છીએ એવું પણ જણાવ્યું હતું. ગુજરાતની જનતાને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અને સાવચેતી રાખવા માટે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અપીલ કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશો આપતા જણાવ્યું હતું કે હું સમજું છું કે આપણા રોજીંદા જીવનમાં અગવડતા પડશે. સરકાર પહેલાથી જ કોરોના સમયમાં લોકો હેરાન ન કરે અને ધંધા રોજગાર ઉપર અસર ન પડે એની ચિંતા કરે છે અને હજી પણ કરીશું. અત્યાર સુધી કોરોના સામે લડાઈમાં જે પણ નિર્ણય કર્યા છે. જેમાં જનતાએ પુરો સહયોગ આપ્યો છે. આપણા પ્રયત્નોની પ્રસંશા સુપ્રીમ કોર્ટ, ડબ્લ્યુએચઓ જેવી સંસ્થાઓએ પ્રસંશા કરી હતી.
ત્યારે હું તમામ લોકો પાસેથી મદદની આશા રાખીએ છી. અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમને ખાત્રી આપું છું કે હવે કોઈપણ પ્રકારનું લોકડાઉન થવાનું નથી.. નથી.. અને નથી.. કોઈના રોજગાર ધંધાને તકલિફ ન પડે એનું અમે ધ્યાન રાખવાના છીએ. થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ