સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ભારતમાં હાલ ચાલી રહેલા લોકડાઉનના ત્રીજા તબક્કાનો આજે અંતિમ દિવસ છે ત્યારે દેશના બે રાજ્યોએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. સૌપ્રથમ પંજાબ અને પછી મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન લંબાવીને 31 મે સુધી જારી રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં પોઝિટીવ કેસની સંખ્યા 30 હજારથી વધુ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાયા છે.