અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો ભયજનક રીતે વધી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શહેરમા કરીયાણાં માટે હોમ ડિલિવરી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હોમ ડિલિવરી સેવા શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા હોમ ડિલિવરી બોયને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે.
અમદાવાદની મોટા ભાગની રિટેલ અને હોમ ડિલીવરી કરતી સંસ્થાઓને ડિલીવરી સ્ટાફનું સ્ક્રિનીગ કરવા સૂચના આપવામાં આવી છે. સંક્રમણ ચલણી નોટો દ્વારા ન ફેલાય તે માટે ડિજીટલ અને કેશલેશ પેમેન્ટને ફરજીયાત બનાવવામાં આવેલ છે. 15મી મેથી ડિલીવરી પર કેશ પેમેન્ટ થઇ શકશે નહી.
ડિલીવરી કરનાર વ્યક્તિ પાસે AMC નું હેલ્થ કાર્ડ અનિવાર્ય રહેશે. હેલ્થ કાર્ડની મુદત 7 દિવસની રાખવામાં આવી છે. કંટેનમેન્ટ વિસ્તારમાંથી ડિલીવરી બોય હોવો જોઈએ નહીં. હાથમોજાં, સેનિટેશન કેપ, સેનીટાઈઝર અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. આ સિવાય આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવી જ પડશે. તંત્રના ડિલિવરી બોયને ફરજિયાત સુરક્ષા સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ સાથે જ કોઈ પણ ચીજ-વસ્તુનું ડિજિટલ પેમેન્ટ આપ-લે કરવાનું રહેશે.