ચીનમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધતા દેખાઈ રહ્યા છે અને મહામારીની શરુઆત બાથી દેશમાં દરરોજ નોંધાતા કોવિડ કેસો પોતાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં એક દિવસમાં 30 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. વધતા કેસોને જોતા ચીનમાં ફરીથી કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવામાં આવી રહ્યા છે. તો વળી ઝોંગઝોઉમાં લોકડાઉન સહિત કેટલાય કડક નિયમો અને શરતો લાગૂ કરતા લોકોમાં નારાજગી જોવા મળી છે, જેને લઈને કર્મચારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી.