Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં એક વખત ફરીથી લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન સરકારે જાહેર કરી દીધી છે. કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકાર તરફથી તબક્કા વાર છૂટ આપવામાં આવી છે. મહત્વનું છે કે, લૉકડાઉન 5.0ને અનલૉક 1 નામ આપવામાં આવ્યું છે.

અનલૉકના પહેલા તબક્કામાં 1માં ધાર્મિક સ્થળો અને જાહેરમાં પ્રાર્થના કરવાના સ્થળો, હોટલો, રેસ્ટોરન્ટ અને અન્ય હોસ્પિટાલીટી સર્વિસીસ, શોપિંગ મોલ્સને ૮ જુન 2020થી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. 

અનલૉકના બીજા તબક્કામાં 2માં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરીને ખોલવામાં આવશે. રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોને જે તે શૈક્ષણિક સંસ્થાઓ અને માતાપિતા સાથે આ મુદ્દે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું છે. તેમના પ્રત્યુતર પરથી આ સંસ્થાઓ ક્યારે ખોલવી તેનો નિર્ણય જુલાઈ 2020માં લેવાશે. આ માટે પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય SOP મોકલશે. 

અનલૉકના ત્રીજા તબક્કામાં દેશમાં આટલી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ રહેશે.

આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થીએટર, બાર, ઓડીટોરિયમ, હોલ્સ અને સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનને લગતા જાહેર સ્થળના મેળાવડાઓ. પરિસ્થિતિ પ્રમાણે ફેઝ 3માં આ પ્રવૃત્તિઓ ક્યારે ખોલવી તે નક્કી કરવામાં આવશે.

આખા દેશમાં કોરોનાના નિયંત્રણ માટે સરકારે લાગુ કરેલી નેશનલ ડિરેકટિવ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે
 
રાત્રી કર્ફ્યું: રાત્રે ૯ થી સવારે 5 કડક કર્ફ્યું રહેશે. સ્થાનિક પોલીસ અને તંત્ર ધારા ૧૪૪ જેવી કલમો વડે કાયદો અને વ્યવસ્થા લાગુ કરશે 
 
કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન: દેશના કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જુન સુધી લોકડાઉન રહેશે. જીલ્લાનું તંત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન વડે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરશે. આ ઝોનમાં જીવન જરૂરિયાત સિવાય કોઈ બહાર નહીં નીકળે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હાઉસ સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં નવા કેસ વધવાની શક્યતા હોય એ વિસ્તારોને બફર ઝોન જાહેર કરી શકાશે. આ ઝોનમાં નિયંત્રણો જીલ્લાનું તંત્ર નક્કી કરી શકશે. 
 
રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાની સ્થિતિ પ્રમાણે પરવાનગી અપાયેલી પ્રવૃત્તિઓ પણ ઘટાડી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ