કોરોના મહામારીના વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31-મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. લૉકડાઉન-4માં કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. લૉકડાઉન-4 સોમવારથી દેશભરમાં લાગૂ થઈ ગયું છે. જોકે, કેન્દ્ર સરકારે આ વખતના લૉકડાઉનમાં રાજ્ય સરકારને વધારે અધિકાર આપ્યા છે.
લૉકડાઉનની સ્થિતિ અને સ્વરૂપ કેવું રહેશે? તેનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકશે. રાજ્યો પાસે એ પણ અધિકાર રહેશે કે, ક્યા-ક્યા વિસ્તારોને અલગ-અલગ ઝોનમાં વર્ગીકરણ કરી શકાય છે. રાજ્યોને જ લૉકડાઉનના ચુસ્ત પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવશે. આ વખતે કેન્દ્ર સરકાર તરફથી બે નવા કેન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન પણ જોડવામાં આવ્યા છે, પરંતુ તેનો વિસ્તાર નક્કી કરવાની જવાબદારી રાજ્ય સરકાર પર રહેશે.
મહત્વનું છે કે, લૉકડાઉન 4.0માં અનેક છૂટ આપવામાં આવી છે. જો કે આ રાહતો સાથે કેટલીક શરતો પણ સંકળાયેલી છે.