રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાનગરની ચૂંટણીને લઈને પક્ષના (BJP) નિરીક્ષકો તથા ચૂંટણી પ્રક્રિયાની બાબતને લઈને ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી રાજ્યમાં ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ છેલ્લા કેટલાય દિવસોથી સરપંચ સંવાદ કાર્યક્રમો જુદા જુદા જિલ્લાઓમાં કરી રહ્યા છે જ્યારે સ્થાનિક લેવલ પર પણ નેતાઓને દોડતા રાખ્યા છે. દરમિયાનમાં ભાજપે આ ચૂંટણીમાં મહાનગરમાં ચૂંટણી લડવા માંગતા ટિકિટ વાંચ્છૂકો માટે કેટલાક નિયમો ઘડી નાખ્યા છે. આ નિયમમાં ફીટ બેસે તેને પ્રાધાન્યતા આપવામાં આવે તેવી વકી છે.