જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી છે. આર્મીના એક્શનમાં શનિવારે ઓછામાં ઓછાં બે પાકિસ્તાની સૈનિક ઠાર થયાં છે, સુત્રો પાસેથી જાણવા મળ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું અને પલ્લનવલ્લા તથા અખનૂરમાં ચોકીઓ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.