બજેટમાં ઉચ્ચ શિક્ષણ માટે મોટી જાહેરાત કરવામાં આવી. નાણામંત્રીએ કહ્યુ કે, યુનિયન બજેટ 2024-25 દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે. 10 લાખ સુધીની લોન માટે ઈ-વાઉચર હશે. દર વર્ષે, 1 લાખ વિદ્યાર્થીઓને ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 3%ના વાર્ષિક વ્યાજ પર 10 લાખ રૂપિયા સીધા જ આપવામાં આવશે.