કોરોના મહામારીમાં આર્થિક સંકડામણ અનુભવતા લાખો લોનધારકોને રાહત આપતા કેન્દ્ર સરકાર અને રિઝર્વ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, લોન મોરેટોરિયમને બે વર્ષ સુધી લંબાવી શકાય. કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્કના પરિપત્ર અનુસાર લોન મોરેટોરિયમ બે વર્ષ માટે લંબાવવા સક્ષમ છે. દેશમાં સંખ્યાબંધ સેક્ટર આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. સેક્ટરો પર થયેલી અસરો અનુસાર તેમને કેવા પ્રકારના લાભ આપવા તે માટે અમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા સેક્ટરોની ઓળખ કરી રહ્યાં છીએ. અમારે કોરોના સંકટનો ભોગ બનેલા લોનધારકો અને સેક્ટરોને ઓળખી કાઢવાના છે. અમે તેમની સમસ્યાઓ ઉકેલવાના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છીએ. દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે અને સરકાર, આરબીઆઇ અને બેન્કો તે અંગે વિચારણા કરી રહી છે તેવા સોલિસિટર જનરલના નિવેદન પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તમે અગાઉ પણ આ જ વાત કોર્ટ સમક્ષ રજૂ કરી ચૂક્યા છો. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સરકાર દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટ પર ચર્ચા માટે બીજી સપ્ટેમ્બર પર સુનાવણી મોકૂફ રાખી હતી.