નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું કે, મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા બમણી કરવામાં આવશે એટલે કે 20 લાખ રૂપિયા. લોકસભામાં 2024-25નું બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કે સરકાર આગામી પાંચ વર્ષમાં ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ‘ઇન્ટર્નશિપ’ની તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે. નાણામંત્રીએ કહ્યું કે, આ સિવાય કેન્દ્ર સરકાર 100 શહેરોમાં રોકાણ માટે તૈયાર ઔદ્યોગિક પાર્કને પણ પ્રોત્સાહન આપશે.