અલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે લખનૌમાં CAAના વિરોધ પ્રદર્શનમાં સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓના લાગેલા ફોટોગ્રાફ તરત હટાવવાનો આદેશ આપ્યો છે અને 16 માર્ચે પાલન રિપોર્ટ સાથે સોગંદનામું દાખલ કરવા કહ્યું છે. ચીફ જસ્ટીસ ગોવિંદ માથુર અને જસ્ટીસ રમેશ સિન્હાની બેચે આ આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે, ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં CAA વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન કથિતરીતે હિંસા ફેલાવનારાઓના નામ ઉજાગર કરતા જિલ્લા વહીવટીતંત્રએ તેમના નામ અને સરનામાવાળા હોર્ડિંગ્ઝ લખનૌમાં અનેક જગ્યાએ લગાવ્યા છે. જેને હટાવવા કોર્ટે સરકારને આદેશ કર્યો છે.