આજે પણ દુનિયા સામે હિરોશીમા અને નાગાસાકીના રુપમાં આપણી બીજા વિશ્વયુદ્ધની વિભીષિકા આપણી સામે ઉભી છે. આ ઘટનાની પટકથા 7 ડિસેમ્બર, 1941એ લખાઈ હતી. આ દિવસે જાપાને અમેરિકાના હવાઈ દ્વિપ સ્થિત પર્લ હાર્બરના નેવી બેઝ પર હુમલો કરેલો. જવાબમાં અમેરિકાએ 1945માં હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંક્યો. હુમલાના પગલે જાપાન શરણાગતિ સ્વીકારવા મજબૂર થયું. આજે પણ જાપાન આ દર્દ ભૂલ્યું નથઈ. દુનિયાને પણ તેનો અહેસાસ છે. જાપાન અને અમેરિકાએ પર્લ હાર્બર વિરુદ્ધ હિરોશિમામાંથી પદાર્થપાઠ શીખ્યા.બરાક ઓબામાએ તેમના જાપાનના પ્રવાસ દરમિયાન હિરોશિમાની મુલાકાત લીધી. તેમણે અણુબોમ્બ ફેંકવાની ઘટના અંગે માફી માંગી. તેના જવાબમાં જાપાનના વડાપ્રધાન શીજો એબે આ મહિને પર્લ હાર્બરની મુલાકાત લેશે. શીજેનું કહેવું છે કે આ યાત્રાથી તે દુનિયાને સંદેશો આપવા માંગે છે કે યુદ્ધનું પુનરાવર્તન ન થવું જોઈએ.ઘણા અમેરિકનો આજે પણ માને છે કે અમેરિકાનો જાપાન પરનો પરમાણુ હુમલો ખોટો હતો, પરંતુ તે પછી પણ તે અટક્યું નથી. ત્યારપછી પણ અમેરિકાએ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી વિયેતનામમાં નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. આજે પણ દુનિયામાં 30થી વધુ દેશોને યુદ્ધમાં ઉકેલ દેખાઈ રહ્યો છે. ઘણાને લાગે છે કે સૈન્ય આક્રમણ એ જ સમાધાન છે. પણ યુદ્ધ કદી સમાધાન ન હોઈ શકે. અમેરિકા આજે પણ પર્લ હાર્બરના હુમલાને રાષ્ટ્રીયતા સાથે જોડે છે, પણ એટલો સંદેશ તો સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે યુદ્ધ કદાપિ સમાધાન નથી જ નથી....
પ્રો.કમલ મિત્ર ચિનોય
(લેખક જે.એન.યુમાં આંતરરાષ્ટ્રીય રાજકારણના અધ્યાપક)
(7 ડિસેમ્બર, 2016એ રાજસ્થાન પત્રિકામાં પ્રકાશિત લેખના આધારે)