ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત લથડી છે. તેમને શનિવારે (14મી ડિસેમ્બર) દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અપોલો હોસ્પિટલમાં દાખલ લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તેણે એપોલો હોસ્પિટલના ડૉક્ટર સાથે ફોન પર વાત પણ કરી છે.