મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં પિરસાયેલી ફ્રેંચ ફ્રાઈમાંથી ગરોળી નીકળી. કોલકત્તાની પ્રિયંકા મોઈત્રાએ આ કડવા અનુભવ થયો. આ અંગે તેમણે ફૂલબાગાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અહેવાલ બાદ મેકડોનાલ્ડે મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરુ કરી છે. પ્રિયંકાનો દાવો છે કે તેણે આ મુદ્દે મેકડોનાલ્ડમાં મેનેજરને ફરિયાદ કરેલી, પણ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમણે પોલીસ ફરિયાદનો સહારો લીધો.