ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ એવા પ્રસંગો બનતા હોય છે કે જેમાં દેશના રાષ્ટ્રપતિ,, લશ્કરની ત્રણેય પાંખના વડાઓ, વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન, રાજ્યપાલો, વિવિધ પક્ષોના મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ, રાજકીય પક્ષોના અગ્રણીઓ સહિત અન્ય દેશોના મહાનુભાવો એક સ્થળે એકત્ર થયાં હોય. ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીના અંતિમ સંસ્કાર વખતે આ તમામ મહાનુભાવો દિલ્હીના રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ ખાતે એકત્ર થયાં અને સદીના મહાન જનનાયકનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો તેના આ ધરતી પરથી અંતિમ વિદાયના સાક્ષી બન્યા હતા. કોઇ દેશના ઇતિહાસમાં આવો પ્રસંગ ભાગ્યે જ આવતો હોય છે.
ભારતના ઈતિહાસમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, લોખંડી પુરુષ સરદાર સાહેબ અને ઈન્દિરા ગાંધીની ચિરવિદાય વખતે જે જનમેદની કે માનવ મહેરામણ ઉમટ્યો હશે લગભગ એટલો જ માનવ મહેરામણ દિલ્હીની સડકો પર જનનાયક વાજપેયીને અંતિમ વિદાય આપવા માટે ઉમટ્યો હતો. ચારેતરફ જાણે કે માનવ દરિયો હિલોળે ચઢ્યો હોય તેમ અંતિમયાત્રાની સાથે સાથે દરિયાનાં મોજાંની જેમ માનવમહેરામણ પણ ચાલી રહ્યો હતો. વાજપેયીનો એ કરિશ્મા અને ચુંબકીય ગુણો હતા કે જેના કારણે જેમનાથી તેઓ નારાજ હતા અને જેઓ તેમનાથી નારાજ હતા તેવા નરેન્દ્ર મોદી પોતાની સુરક્ષાને એકબાજુએ મુકીને તેમની અંતિમયાત્રામાં સાથે સાથે પગપાળા છેક સુધી ચાલ્યા અને તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો પણ સાથ મળ્યો. તેને એક વિરલ ઘટના કહી શકાય. તેમની સાથે સમગ્ર મંત્રીમંડળના સભ્યો ભાજપના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો પણ પગપાળા પોતાના જનનાયકને વિદાય આપવા માટે અંતિમયાત્રામાં અને રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના રાજકીય ઈતિહાસમાં સદીના મહાન જનનાયક વાજપેયીનો ઉલ્લેખ સોનેરી અક્ષરે પણ ઓછો પડે તેમ છે. ખરા અર્થમાં અજાતશત્રુ એવા વાજપેયીના જીવનમાંથી અનેક કાર્યકરોએ રાજકારણની પ્રેરણા લીધી અને વાજપેયી એક વખત એકવાર વડાપ્રધાન બને એવી લાખો કરોડોની ઈચ્છાઓ જે જોવા મળતી હતી તેનું કારણ તે જ હતું કે આ માણસમાં કંઇક એવું છે કે જો તેને ભારતનું સુકાન સોંપવામાં આવે તો કંઇક કરી બતાવશે. વાસ્તવમાં તેઓ એક જીવંત દંતકથા – લિજેન્ડરી સમાન હતા. કઠિનમાં કઠિન નિર્ણયો તેમણે લીધા હતા જેમાં કાઠમંડુથી દિલ્હી આવતી ઈન્ડિયન એરલાયન્સના ફ્લાઈટના 135 યાત્રીઓને બચાવવા એમણે ત્રણ ખૂંખાર આતંકીઓને છોડવાનો નિર્ણય કર્યો હતો. સંસદ પર હુમલો તેમના કાર્યકાળ દરમ્યાન જ થયો આવા આતંકી હુમલાની સાથે પાકિસ્તાન લાહોર બસ લઈ ગયા બાદ તેમની પીઠમાં ખંડર ભોંકીને પાકિસ્તાને કારગિલનું યુદ્ધ શરૂ કર્યું ત્યારે વાજપેયીએ ઈન્દિરા ગાંધીની જેમ પાકિસ્તાનને ધૂંટણીયે પડાવીને હાર આપી હતી.
રાજકારણમાં નેતાઓનું આવન જાવન ઉતાર ચઠાવ અને સીએમમાંથી પીએમ કે પીએમ માંથી નિવૃત્તિ એ બધુ ભારતે જોયું છે. લાલબહાદુર શાસ્ત્રીને પણ જોયા છે તો વાજપેયી જેમને દુર્ગા કહેતાં તે ઈન્દિરા ગાંધીનું શાસન પણ ભારતે જોયું છે. આ તમામ વડાપ્રધાનોએ નેહરુ અને ઈન્દિરા ગાંધી બાદ કદાચ તેઓ પ્રથમ એવા વડાપ્રધાન હતા કે જેઓ સૌથી વધુ લોકપ્રિય અને જનમેદની એકત્ર કરનાર હતા. તેમને સાંભળવા આવેલા લાખો લોકોને હસતા હસતા એમ પણ કહેતા કે સુનને આતે હો લેકિન વોટ નહીં દે તે... એમ કહીને ભાજપને વોટ મળે તેની ચિંતા પણ તેમને રહેતી હતી. આવા દંતકથાસમાન એક માનવી કરતાં સહૃદય કવિ અને ખરા અર્થમાં જનનાયક જ કહી શકાય એવા વાજપેયી પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે. તેમની યાદો, તેમના શબ્દો, તેમના વિચારો, તેમની કવિતાઓ અને તેમણે લીધેલા પ્રજાલક્ષી નિર્ણયો ભારત ક્યારેય પણ ભૂલી શકે તેમ નથી. તેમની યાદ મિટાવવાનો જે કોઈ પ્રયાસ કરશે તે પોતે મટી જશે એમ જો કહીએ તો પણ તેમાં જરાય અતિશક્યોક્તિ નહીં ગણાય. સદીના આવા મહાન જનનાયક કે જેઓ જીવતે જીવ એક દંતકથા અર્થાત જેમના ગુણોની ચારેકોર ચર્ચા થતી હોય, જેમને લોકો ખરા દિલથી યાદ કરતાં હોય એવા વાજપેયી ભારત અને ભાજપને હવે ક્યારેય પણ જોવા નહીં મળે તે પણ એક સત્ય હકીકત છે કેમ કે તેમના કદ સુધી પહોંચવા માટે ભાજપના નેતાઓએ સાત જન્મ લેવા પડે તો પણ તેમના જેટલી દિલેરી. તેમના જેટલી ઉદારતા, તેમના જેટલી સાલિનતા અને વિરોધપક્ષની વાત પણ માનવી તેવા ગુણો કેળવવા માટે વર્ષો લાગે. જે વાજપેયીએ એવા ગુણો કેળવીને મુઠ્ઠીઉંચેરા સ્થાન પર પહોંચ્યા હતા. દંતકથાસમાન બનેલા આ વાજપેયી ભલે નથી પરંતુ ભારતના ઈતિહાસમાં તેઓ અજરાઅમર બની ગયા છે.