Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાનું વર્તમાન બજેટસત્ર છેલ્લાં સપ્તાહમાં અને છેલ્લાં ગણતરીના દિવસોમાં પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. 28 માર્ચના રોજ સત્ર સમાપ્તિની જાહેરાત થાય તે પહેલા આજે ગુજરાત વિનિયોગ વિધેયક પસાર કરીને ગુજરાત સરકારના વર્ષ 2018-19ના બજેટને પણ મંજૂરી મળી ગઇ છે. આ બજેટનો અમલ પહેલી એપ્રિલથી શરૂ થશે.

દરમિયાનમાં પ્રશ્નોત્તરી વખતે ટૂંકી મુદતના પ્રશ્નની ચર્ચામાં ફી વધારાનો મામલો ચર્ચાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકારના હાથ બંધાયેલા છે એવું કહીને ગઇ વખતે જે ફી ભરી હોય તે કામચલાઉ ધોરણે ભરવા સુપ્રીમકોર્ટનો વચગાળાનો હુકમ ટાંક્યો હતો. આ પ્રશ્નની સારી એવી ચર્ચા થઈ હતી કેમ કે છેલ્લાં ઘણાં સમયથી હજારો વાલીઓ ખાનગી શાળાના સંચાલકોની મનમાનીથી હેરાન પરેશાન થયા છે અને સમગ્ર મામલો સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો છે. ટૂંકી મુદતના પ્રશ્નમાં પ્રશ્નોત્તરી દરમ્યાન માત્ર ચાર પ્રશ્નો જ ચર્ચામાં આવી શક્યા હતા.

અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસના પ્રસ્તાવનું ભાવિ અધ્ધરતાલ બની ગયું છે. બે દિવસ બાકી છે છતાં આ પ્રસ્તાવ ચર્ચામાં આવશે કે કેમ તે નક્કી કરવામાં આવતું નથી. વિપક્ષ આ પ્રસ્તાવની ચર્ચા માટે મક્કમ છે તો સત્તા પક્ષ ભાજપ નવા નવા બનેલા અધ્યક્ષની આબરું બચાવવા ચર્ચા ટાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બે દિવસ બાકી છે ત્યારે આ પ્રસ્તાવ ચર્ચામાં આવે તેમ હાલ જણાતું નથી.

સભાગૃહમાં આજે વિનિયોગ વિધેયક રજૂ થયું હતું. જે એક રીતે બજેટનો સ્વરૂપ ગણાય છે. 1.83 લાખ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. નાણાંમંત્રીએ તેના જવાબમાં ધારાસભ્યો રાજી થતાં હોય તેમ તેમના મત વિસ્તારમાંથી દર વર્ષે જે એક કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાં 50 લાખનો વધારો કરવાની સાથે સરકારમાં નવી ભરતીની જાહેરાત પણ કરી હતી.

નાણામંત્રીએ 25 નવી જીઆઈડીસી મંજૂર કરવામાં આવી હોવાનું જણાવીને વિરોધપક્ષ દ્વારા ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓનો વિરોધ કરવામાં આવે છે એમાં હવે પરિવર્તન લાવવામાં સૂચન કર્યું હતું. એમણે કહ્યું કે વિપક્ષને પણ એવું લાગે છે કે ઉદ્યોગથી રોજગારી આપી શકાશે તેથી દરેક ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં જીઆઈડીસી સ્થાપવાની વિનંતી કરે છે.

ઉનાળો શરૂ થઈ ગયો છે અને હીટવેવની આગાહીઓ થઈ રહી છે ત્યારે સંભવિત પીવાના પાણીની તંગી સર્જાય તેમ હોવા છતાં નાણામંત્રીએ એવી ખાતરી આપી છે કે જુલાઈ સુધી ચાલે એટલું પીવાનું પાણી ઉપલબ્ધ છે. તેથી પાણીની તંગી સર્જાશે નહીં.

સ્થાનિક નાગરિક એટલે કોણ એની વ્યાખ્યા સમજાવતા મંત્રીએ કહ્યું કે જે તે ઉદ્યોગમાં 85 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવાનો નિયમ છે પરંતુ સ્થાનિક એટલે જે તે ગામ, તાલુકો કે જિલ્લામાં રહેતો હોય તે સ્થાનિક નહીં પરંતુ છેલ્લાં 15 વર્ષથી ગુજરાતમાં રહેતો હોય અને ભારતના કોઇપણ રાજ્યનો હોય તો તેને સ્થાનિક જ કહી શકાય એમ કહીને તેમણે વિપક્ષને કહ્યું કે હવે પછી આ ઉદ્યોગોમાં સ્થાનિકોને નોકરી આપવાના સરઘસ કાઢવાના હોય તો વિચાર કરી લેજો.

બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ત્રણ ધારાસભ્યોના સસ્પેન્શનના મામલે હાઈકોર્ટમાં રીટ અરજી કરવાની સાથે રાજ્યપાલ ઓ પી કોહલી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. ત્રણ ધારાસભ્યોના સસ્પેન્શનનો મામલો આગામી સત્ર સુધીમાં યથાવત રહે તેવું એક ચિત્ર ઉપસી રહ્યું છે.

રાજ્યમાં હોટેલ, રેસ્ટોરાં, વીશી અને લોજ વગેરે માટે પોલીસ લાયસન્સ લેવાની કડાકૂડમાંથી મુક્તિ આપવા માટે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસ કાયદામાં સુધારો સૂચવતો વિધેયક રજૂ કર્યું હતું. ટૂંકી ચર્ચામાં તેને મંજૂરી મળતા તેને હવે રેસ્ટારાં કે વીશી લોજ વગેરે માટે પોલીસની મંજૂરી લેવી નહીં પડે. એક રીતે લાયસન્સરાજમાંથી મુક્તિ આપવામાં આવી હોવાની જાહેરાત પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી. જોકે તેમણે સાથે સાથે એ પણ કહ્યું કે આવા સ્થળોએ પોલીસના બીજા કાયદાઓના નિયંત્રણો યથાવત રહેશે જ. એ સાથે જ સભાગૃહનું આજના દિવસનું કામકાજ પૂર્ણ થયું હતું. સત્ર સમાપ્તિ આજે એક દિવસ બાકી છે અને મીડિયા અને વિપક્ષ કેગના રીપોર્ટની રાહ જોઇ રહ્યાં છે. જે સંભવતઃ છેલ્લાં દિવસે સભાગૃહમાં રજૂ થાય તેમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ