19 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના વર્તમાન બજેટસત્રમાં આજે તમામ વિભાગોની અંદાજપત્રિય માંગણીઓનો મહત્વનો તબક્કો પણ પૂર્ણ થયો છે. 12 દિવસ સુધી વિવિધ વિભાગોની માંગણીઓ રજૂ થઈ હતી. આજે નાણાં વિભાગની માંગણીઓ રજૂ થઈ અને નાણાંમંત્રીના જવાબ સાથે તેને મંજૂરી મળતાં બજેટસત્રમાં હવે માત્ર ઔપચારિકતા બાકી રહી છે. સોમવારથી શરૂ થતાં નવા સપ્તાહમાં છેલ્લાં દિવસનો પ્રસ્તાવ, વિનિયોગ વિધેયક અને કેગનો રીપોર્ટ રજૂ થશે. 28 માર્ચના રોજ સત્ર સમાપ્તિની જાહેરાત થશે.
સત્ર દરમ્યાન વિપક્ષના નેતા દ્વારા પત્રકારો અને મીડિયાને બોલાવીને ચા-પાણીની પરંપરા નિભાવતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ આજે મીડિયાને બોલાવ્યા હતા. ઔપચારિક વાતચીતમાં દેખિતી રીતે તેમણે અવિશ્વાસની દરખાસ્ત અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની બરતરફી અંગેના સવાલો કરવામાં આવ્યા. ધાનાણીએ પોતે અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા આવે તો સભાગૃહમાં કયા મુદ્દા રજૂ કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવો તેની કેટલીક બાબતો પણ જાહેર કરી હતી. તેમણે દેશની વિધાનસભાઓમાં અગાઉ ક્યારે કેવા કેવા બનાવો બન્યા અને ધારાસભ્યોને કેવા પ્રકારની સજા અધ્યક્ષ દ્વારા કરવામાં આવી તેની એક યાદી પણ તૈયાર કરી છે. આ યાદીમાંથી એક બે કિસ્સા ટાંકીને તેમણે કહ્યું કે ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાપક્ષની દરખાસ્તને મંજૂર રાખીને જે ચૂકાદો આપ્યો છે તે દેશના બંધારણની ઉપરવટ લઇ જવાનો પ્રયાસ છે.
વિપક્ષના નેતાએ પોતાને આ બનાવ બાદ દેશનું બંધારણ વાંચવાની જરૂર પડી અને બંધારણનો અભ્યાસ પણ કર્યો તેમ કહીને કહ્યું કે વિધાનસભાની રચના અને અધ્યક્ષને અપાયેલા હક્ક-અધિકારો બંધારણની જોગવાઈને આધિન આપવામાં આવ્યા છે. પરંતુ જો અધ્યક્ષ પોતાની સત્તાનો દુરઉપયોગ કરે અને બંધારણથી ઉપરવટ જઈને વર્તે તો તે બંધારણનો ભંગ કહી શકાય. વિપક્ષના નેતાને એ બાબતની ચિંતા છે કે અમારા ધારાસભ્યોને ભલે એક વર્ષ અને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા પરંતુ આવતીકાલે રાજેન્દ્ર ત્રિવેદી વિપક્ષમાં આવે ત્યારે અધ્યક્ષની ખુરશી પર બેસનાર જે તે સત્તાપક્ષની વ્યક્તિ તેમના જ નિર્ણયોને ટાંકીને તેમને પણ ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ કરી શકશે. ગુજરાતના વિધાનસભાના નિયમોમાં વધુમાં વધુ સત્ર સમાપ્તિ સુધીની જ સજાની જોગવાઈ છે. પરંતુ આ અધ્યક્ષ સત્તાપક્ષની દરખાસ્તને બારોબાર સ્વીકારી લે તે પણ યોગ્ય નથી.
ચા પીતા પીતા તેમણે એ પણ કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયોને કોર્ટમાં પડકારી શકાતા નથી તેવી માન્યતા યોગ્ય નથી. અરૂણાંચલ પ્રદેશ અને અન્ય એક રાજ્યની વિધાનસભામાં જ્યારે અદ્યક્ષ દ્વારા જે ચૂકાદો આપવામાં આવ્યો તેમાં કોર્ટે દરમ્યાનગિરી કરી જ છે. તેથી કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને જો બદલવામાં નહીં આવે તો કાયદાની કોર્ટમાં તેને ચેલેન્જ કરવામાં આવશે.
બજેટસત્ર હવે છેલ્લાં સપ્તાહમાં છે ત્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવાની છે જેમાં કોંગ્રેસના ધારાસભ્યોના સસ્પેન્શન અંગે કોઈ નિર્ણય લેવાય તેવી અટકળો ચાલી રહી છે. જોકે વિપક્ષને એવી કોઈ આશા જણાતી નથી.
વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમ્યાન રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ કે જેમની બોલવાની ઝડપ વધારે હોવાથી તેઓ જવાબમાં શું બોલી રહ્યાં છે તેની અધ્યક્ષને પણ ખબર પડતી નથી. આ બાબતને લઇને જ્યારે એક પ્રશ્નનો જવાબ આપવા રાજ્યકક્ષાના મંત્રી ઉભા થયા ત્યારે અધ્યક્ષે તેમને ખાસ સૂચના આપી કે તમે ધીમેથી બોલજો કેમ કે તમે શું બોલો છો તે મને સમજાતું નથી. અધ્યક્ષની આ ટકોરથી ખૂદ રાજ્યકક્ષાના મંત્રી પણ મલકાઈ ગયા હતા અને તેમણે ધીમે ધીમે બોલીને જવાબ આપ્યો.
વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિપક્ષને ધેરવામાં એક પણ તક જવા દેતા નથી. ટાટા નેનો અંગે થયેલી ટિપ્પણનાં જવાબમાં તેમણે કહ્યું કે વિપક્ષના ગળામાં 33 હજાર કરોડની ટેપ ફસાઈ ગઈ છે. કોંગ્રેસે હવે પોતાના મનમાંથી 33 હજાર કરોડનું ભૂત કાઢી નાખવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે સરકારે ટાટા નેનોને 33 હજાર કરોડની કોઈ લોન આપી નથી. સરકારે 31 12 2017ની સ્થિતિથી ટાટા નેનોને 584 કરોડની લોન આપી છે. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષને ટાટા નેનોને આપેલી લોન દેખાય છે પણ ગુજરાતે બુલેટ ટ્રેન માટે 0.1 ટકાના ઓછા વ્યાજે જાપાન પાસેથી એક લાખ કરોડની લોન મેળવી તેની કોઈ ચર્ચા કરતા નથી. તેમણે એવો બચાવ કર્યો કે સરકાર વિકાસક્ષી કામો માટે 62 ટકા રકમ વાપરે છે.
ગુજરાતની સાડા છ કરોડની વસ્તીમાંથી સાડા ત્રણ કરોડ લોકોને રાજ્ય સરકારે જુદી જુદી વીમા યોજના હેઠળ આવરી લીધા છે તેમ નાણાંમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું. રાજ્ય સરકાર 49 કરોડની રકમ વીમા પ્રિમિયમ પેટે પ્રજા વતી ભરે છે.