અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત 30 જેટલાં ઉચ્ચ અધિકારીઓનાં ડેલિગેશન સાથે અમદાવાદ આવી પહોંચ્યાં છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે.
પ્રોટોકોલ તોડીને પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે પહોંચ્યા. જેવા જ સીડીઓથી ટ્રમ્પ નીચે આવ્યા ત્યાં જ આગળ ઉભેલાં વડા પ્રધાન મોદી તેમને ભેટી પડ્યા હતા. જાણે કે વર્ષો જૂનાં બે દોસ્ત મળી રહ્યા હોય તેવો નજારો એરપોર્ટ પર સર્જાયો હતો.