પીવાના પાણીની તંગી વચ્ચે સુરતના અડાજણ નજીક પીવાના પાણીની લાઈનમાં વાલ્વ લિકેજ થતાં હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું છે. સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યાં હોવા છતા કલાકો સુધી તંત્રના અધિકારીઓએ અહીં આવવાની કે પાણી બંધ કરવા તસ્દી સુદ્ધાં નથી લીધી. ભરઉનાળે પાણીની તંગી વચ્ચે પાણીનો બેફામ વેડફાટ થયો છે. તંત્રની બેદરકારીને કારણે પાણીનો બેફામ બગાડ થયો છે.