Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર,ચરિત્રકાર અને પત્રકાર રજનીકુમાર પંડ્યાના ૮૨-મા જન્મદિન પ્રસંગે સાહિત્યસફર શબ્દ જ્યોતિ કાર્યક્રમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા આત્મહોલ ખાતે યોજાયો હતો. જેમાં લેખક રજનીકુમાર પંડ્યાએ પોતાના આગવા અંદાજમાં રસપ્રદ રીતે પોતાના જીવન વિશે અને સાહિત્ય સફર વિશે વાત કરી હતી.
ગુજરાતી ભાષાના જાણીતા લેખક રજનીકુમાર પંડ્યાએ પોતાના સાહિત્ય સર્જન અને જીવન વિશે વાત કરતાં કહ્યું હતું કે જીવન અનેક સંઘર્ષ વચ્ચે પસાર થયું છે. મારા જીવનમાં મારી પત્નીએ મને ખૂબ જ સાથ આપ્યો છે. મારા માતા-પિતાને પણ હું યાદ કરું છું. મને નાનપણમાં રમતા જોયો હોય એવા લોકો હાલ બહુ જ ઓછા છે. હું નાનો હતો ત્યારે એક તળાવમાં ડૂબી રહ્યો હતો ત્યારે મારી બહેને મને બચાવ્યો હતો ત્યારે મને જાણે બીજો જન્મ મળ્યો હોય તેવો અહેસાસ થયો હતો. મને સાહિત્યની સમજણ મોહમ્મદ માંકડે આપી હતી. લેખકે પોતાના ગામ જેતપુર વિશે અને બાળપણના દિવસોની યાદો વાગોળી હતી. સાહિત્ય સંવેદના અને સત્યમાંથી પ્રગટ થાય છે. કોઈ પણ કાળમાં સત્ય ટકી રહે છે.
 વધુમાં તેમણે સાહિત્ય સર્જન વિશે કહ્યું હતું કે મારી દરેક નવલકથામાં સત્ય વધારે હોય છે. પોતાની કૃતિ ‘ઝબકાર’ વિષે વાત કરતા કહ્યું હતું કે ઝબકાર સત્યના આધારિત કૃતિ છે જેમાં મોટાભાઈ અને નાનાભાઈ વિશે વાત છે. જેમાં સત્ય ઘટના એવી છે કે નાનાભાઈ અને મોટાભાઈ વચ્ચેનો ઉંમરનો 15 વર્ષનો તફાવત છે. જયારે પિતાનું અવસાન થઇ જાય છે ત્યારે બન્ને ભાઈઓની વચ્ચે સંપત્તિ વહેંચવી જોઈએ પણ મોટા ભાઈ ના પાડે છે. બન્ને વચ્ચે સરખો ભાગ થઇ શકે નહીં. કારણકે તું નાનો હતો ત્યારે પિતાજી સાથે હું કમાતો હતો આ વિષયને લઈને આખી નવલકથા લખવામાં આવે છે આખરે મોટોભાઈ દારૂ- જુગારમાં પોતાનું જીવન વેડફી નાંખે છે.
 ગુજરાતી ભાષાના જાણીતા લેખકે ‘પરભવના પિતરાઈ, ચંદ્રદાહ વિશે પણ વાત કરી હતી .તેઓએ કહ્યું હતું કે ૧૯૫૯ થી ૧૯૭૪ સુધી  છૂટી છવાઈ વાર્તાઓ લખાતી...પ્રગટ થતી અને અનેક વાર્તા સ્પર્ધાઓમાં સુવર્ણ ચંદ્રકો પણ મેળવ્યા હતા. પ્રથમ વાર્તા સંગ્રહ “ખલેલ” પ્રકાશિત થયો અને ૧૯૭૭-૭૮માં તેને રાજ્ય સરકારનું શ્રેષ્ઠ વાર્તા સંગ્રહનું પારિતોષક મળ્યું. ૧૯૮૦માં ગુરુવત મિત્ર મોહમ્મદ માંકડનાં આગ્રહથી સંદેશમાં કોલમ “ઝબકાર”માં નવા પ્રકારનાં શબ્દ ચિત્રોની કટાર શરુ થઇ અને અમાપ લોકપ્રિયતા મેળવી હતી. ૧૯૮૫માં તેમની પહેલી નવલકથા “કોઇ પુછે તો કહેજો” ધારાવાહિક સ્વરૂપે સંદેશમાં પ્રસિધ્ધ થઇ. ૧૯૮૯માં બીજો વાર્તા સંગ્રહ “ચંદ્રદાહ” પ્રસિધ્ધ થયો હતો.
 સાથે જ તેમણે જણાવ્યું હતું કે ૧૯૯૪માં “પુષ્પદાહ” ડોક્યુનોવેલ એક સાથે પાંચ અખબારોમાં પ્રકાશીત થઈ. આ નવલકથા વિશેષ નિમંત્રણથી અમેરિકા જઈને ત્યાંનાં વાસ્તવિક પાત્રો વચ્ચે રહીને લખવામાં આવી.
 મહત્વનું છે કે આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુજરાતી ભાષાના સાહિત્યકારો અને સાહિત્ય રસિકોઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી ભાષાના જાણીતા લેખક રજનીકુમાર પંડ્યાને પોતાના જન્મ દિવસના અવસર પર ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓએ પણ શુભકામના પાઠવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ