હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 જાહેર થઈ ચૂક્યો છે, જેમાં ફ્રાન્સ ટોપ પર છે. ફ્રાન્સનો પાસપોર્ટ ઘરાવતા લોકો 194 દેશોમાં વગર વીઝાએ મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતીથી ખબર પડે છે કે તેઓ એક સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતે આ વર્ષે ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતીય પાસપોર્ટ એક સ્થાન નીચે ખસીને 85માં નંબરે આવી ગયો છે.
કોઈ દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે, હેનલે ઈન્ડેક્સમાં તે નક્કી વીઝા ફ્રી એક્સેસથી કરવામાં આવે છે. એટલે જે દેશના પાસપોર્ટનો ઉપયોગ કરીને સૌથી વધુ દેશોમાં વગર વીઝા યાત્રા કરી શકાય છે, તે પાસપોર્ટ સૌથી મજબૂત હોય છે.